સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં પોલીસ વિભાગમાં મોટી ફેરબદલ: 10 IPS-SPS અધિકારીઓની બદલી-નિમણૂક

ગુજરાતમાં પોલીસ વિભાગમાં મોટી ફેરબદલ: 10 IPS-SPS અધિકારીઓની બદલી-નિમણૂક

ગાંધીનગર: ગુજરાત સરકારના ગૃહ વિભાગે શુક્રવારે 10 IPS અને SPS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશ જાહેર કર્યા છે. આ આદેશમાં વર્ષ 2023 અને 2024 બેચના ચાર IPS અધિકારીઓને મદદનીશ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ (ASP) તરીકે વિવિધ ડિવિઝનમાં નિમણૂક આપવામાં આવી છે.

ગૃહ વિભાગ અનુસાર, IPS માનસી આર. મીણાને અમદાવાદ જિલ્લાના વિરમગામ ડિવિઝનમાં ASP તરીકે નિમણૂક મળી છે. IPS મૌસમ મહેતાને વાવ-થરાદના દિયોદર ડિવિઝનમાં, IPS પ્રખર કુમારને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ડિવિઝનમાં અને IPS કરણકુમાર પન્નાને દાહોદ જિલ્લાના લીમખેડા ડિવિઝનમાં ASP તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત, રાજ્યના 6 SPS કેડરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)ના વિવિધ ગ્રુપમાં કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગના આ નિર્ણયથી રાજ્યના પોલીસ તંત્રમાં નવી ઊર્જા આવશે તેમ માનવામાં આવે છે.