સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત હાઈકોર્ટ અને સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ એલર્ટ

ગુજરાત હાઈકોર્ટ અને સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ એલર્ટ

અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટને બપોરે 1:11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો છે. જેના પગલે બોમ્બ-ડોગ સ્કવોડ અને સોલા પોલીસની ટીમ હાઈકોર્ટ પરિસરમાં પહોંચી ગઈ છે અને ચેકિંગ શરૂ કર્યું છે. હાઈકોર્ટની તમામ કોર્ટ રાબેતા મુજબ ચાલુ છે.

તે જ દિવસે બપોરે 3:11 વાગ્યે સીએમ ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપતો ઈ-મેઇલ મળ્યો છે. ધમકી ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે આપવામાં આવી છે. પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ ઘટના બાદ રાજ્યભરની જેલો, ડીજીપી અને કલેક્ટર ઓફિસ, મંદિરો અને સાબરમતી સહિતના સ્થળોએ પણ બોમ્બની ધમકી મળ્યાના સમાચાર છે. પોલીસ દ્વારા તમામ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 11 મહિનામાં આ પ્રકારની 10મી ધમકી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ધમકી આપનારાઓને પકડવા માટે ખાસ ટીમો રચવામાં આવી છે.