સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતના તમામ હેલિપેડ સતત કાર્યરત રાખવાનો સરકારનો આદેશ

ગુજરાતના તમામ હેલિપેડ સતત કાર્યરત રાખવાનો સરકારનો આદેશ

ગાંધીનગર: રાજ્યમાં હેલિકોપ્ટરની અવરજવર અને કટોકટીની પરિસ્થિતિમાં હેલિપેડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સરકારે રાજ્યના તમામ હેલિપેડને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. સરકાર દ્વારા તમામ હેલિપેડને સતત 'ઑપરેશનલ કન્ડીશન'માં રાખવા માટે જરૂરી કામગીરી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ નિર્ણય અંતર્ગત દરેક હેલિપેડનું દર ત્રણ મહિને ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરવાનું રહેશે. નિરીક્ષણ દરમિયાન હેલિપેડમાં કોઈ ખામી, નુકસાન અથવા મરામતની જરૂરિયાત જણાય તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરવાની સૂચના આપવામાં આવી છે.

સરકાર દ્વારા હેલિપેડની સપાટી, માર્કિંગ, ડ્રેનેજ અને એપ્રોચ વિસ્તારની નિયમિત ચકાસણી અને જાળવણી કરવા પણ જણાવાયું છે. હેલિપેડની કામગીરીમાં કોઈ અડચણ ન આવે અને જરૂરિયાતના સમયે તેનો તાત્કાલિક ઉપયોગ થઈ શકે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુચારૂ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

ખાસ કરીને આપત્તિ, તબીબી કટોકટી, રાહત-બચાવ કામગીરી તેમજ VIP મૂવમેન્ટ દરમિયાન હેલિપેડનો ઉપયોગ થઈ શકે છે. આથી રાજ્યના તમામ હેલિપેડને હંમેશા ઉપયોગ માટે તૈયાર અને કાર્યરત સ્થિતિમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.