સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતના 21 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની નાઉકાસ્ટ ચેતવણી

ગુજરાતના 21 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની નાઉકાસ્ટ ચેતવણી

અમદાવાદ: ભારતીય હવામાન વિભાગ (IMD) અમદાવાદે 18 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 1 વાગ્યે નાઉકાસ્ટ બુલેટિન જારી કર્યું છે. આગામી ત્રણ કલાકમાં ગુજરાતના 21 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ (5 થી 15 મિમી પ્રતિ કલાક) પડી શકે છે. સાથે 41 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે અને 30% થી 60% સુધી વીજળી પડવાની શક્યતા છે.

બીજી તરફ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં હળવા વરસાદ (5 મિમી પ્રતિ કલાકથી ઓછો)ની સંભાવના છે. અહીં પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેશે અને હળવી ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતા 30% કરતાં ઓછી છે.

નાગરિકોને હવામાનની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અને જરૂરી સલામતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.