સત્ય. સાહસ. સંકલ્પ.

રાજકોટ, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, 25 જિલ્લામાં યલો એલર્ટ

રાજકોટ, બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, 25 જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદ સ્થિત હવામાન વિભાગના કેન્દ્રે 20 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 1 વાગ્યે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. જે મુજબ ગુજરાતમાં બપોરે 1થી 4 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ થવાની શક્યતા છે. આ આગાહી આગામી ત્રણ કલાક માટે માન્ય છે.

રાજકોટ, બોટાદ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વરસાદનો દર 5થી 15 મિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે. સાથે હળવી ગાજવીજ અને 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વીજળી પડવાની સંભાવના 30થી 60 ટકા દર્શાવવામાં આવી છે.

આ ઉપરાંત ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરાયું છે. દાદરા-નગર હવેલી, દમણ અને દીવમાં પણ હળવા વરસાદની આગાહી છે.

નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં શક્ય તેટલું ઘરમાં રહેવું અને વીજળી પડવાની સંભાવના હોવાથી ખુલ્લા મેદાનમાં ન જવું. હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું.