હવામાન વિભાગે ગુજરાતમાં ભાદરવા મહિનાની શરૂઆતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ૧૨થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ સમયગાળા દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. લોકોને સતર્ક રહેવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
આ અગાઉ રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. હવે ફરી વરસાદી માહોલ બનવાની શક્યતા છે, જે ખેડૂતો માટે રાહતના સમાચાર છે.