સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ગરમી વધી: પોરબંદર-રાજકોટમાં 39.5°C, આગામી સાત દિવસ વરસાદ નહીં

ગુજરાતમાં ગરમી વધી: પોરબંદર-રાજકોટમાં 39.5°C, આગામી સાત દિવસ વરસાદ નહીં

ગુજરાતમાં આ દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં 2થી 4 ડિગ્રી ઊંચું ચાલી રહ્યું છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમી વધુ પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી રાજ્યભરમાં હવામાન સૂકું રહેશે અને તાપમાન કંઈક એવું જ ઊંચું રહેશે.

બુધવારે પોરબંદર અને રાજકોટમાં સૌથી વધુ 39.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અન્ય શહેરોમાં પણ ગરમી નોંધપાત્ર રહી: ભુજ 39, નલિયા 38.8, સુરેન્દ્રનગર 38.7, વેરાવળ 38.6, કંડલા 38.4, સુરત 38.4, ડીસા 38.2, દીવ 37.8, વડોદરા 37.4, દમણ 37.2, દ્વારકા 37.2, ભાવનગર 36.7, ગાંધીનગર 36.5, અમદાવાદ 36.3, અમરેલી 36.1 અને ઓખા 33 ડિગ્રી સેલ્સિયસ.

અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 21.8 ડિગ્રી આસપાસ રહેશે. આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ અને સાફ જોવા મળશે.

હાલમાં ગુજરાતની આસપાસ કે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં કોઈ સક્રિય વેધર સિસ્ટમ ન હોવાને કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગે લોકોને ગરમીથી બચવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપી છે.