ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ભલામણ કરી છે. આ ભલામણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટેની પ્રક્રિયાનો એક ભાગ છે.
સુનિતા અગ્રવાલ મૂળ અલ્લાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ છે. તેઓ જુલાઈ 2023થી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ગુજરાત હાઈકોર્ટના બીજા મહિલા ચીફ જસ્ટિસ છે.
તેમણે 1989માં અવધ યુનિવર્સિટીમાંથી કાયદાની પદવી મેળવી હતી અને ડિસેમ્બર 1990થી વકીલાતના વ્યવસાયમાં જોડાયા છે. નવેમ્બર 2011માં તેમની ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ હતી.
હવે ગુજરાત હાઈકોર્ટમાં સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ માનસ રંજન પાઠક બનશે. તેમની તાજેતરમાં જ ઓડિશા હાઈકોર્ટથી ગુજરાત હાઈકોર્ટમાં બદલી થઈ છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે માનસ રંજન પાઠક અથવા અન્ય કોઈ ન્યાયાધીશની ભલામણ આગામી સમયમાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા કરી શકાય છે.