સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પછી સળંગ 4 દિવસ રજા: સરકારી કર્મચારીઓને મળી ખુશી, 9 નવેમ્બરે પણ જાહેર રજા

દિવાળી પછી સળંગ 4 દિવસ રજા: સરકારી કર્મચારીઓને મળી ખુશી, 9 નવેમ્બરે પણ જાહેર રજા

ગુજરાત સરકારે દિવાળી 2026 નિમિત્તે રાજ્યના સરકારી કર્મચારીઓને રાહતભરી ભેટ આપી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, 8 નવેમ્બર 2026, રવિવારે દિવાળી, 10 નવેમ્બર 2026, મંગળવારે નૂતન વર્ષ અને 11 નવેમ્બર 2026, બુધવારે ભાઈબીજની જાહેર રજા રહેશે. આ રજાઓ વચ્ચે આવતી 9 નવેમ્બર 2026, સોમવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી, પરંતુ આ પડતર દિવસને ધ્યાને લઈને હવે 9 નવેમ્બરે પણ સત્તાવાર જાહેર રજા રહેશે. આથી 8થી 11 નવેમ્બર સુધી સળંગ ચાર દિવસ સરકારી કર્મચારીઓ રજાનો આનંદ માણી શકશે.

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના વતનમાં પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર 9 નવેમ્બરે તમામ સરકારી કચેરીઓ, પંચાયતો તેમજ રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશન સહિતની સંસ્થાઓ બંધ રહેશે. આ એક દિવસની રજાના બદલામાં 28 નવેમ્બર 2026, ચોથા શનિવારના રોજ આ તમામ સરકારી કચેરીઓ ચાલુ રાખવામાં આવશે.