સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત ગેસે PNGના ભાવમાં રૂ. 6.53 પ્રતિ SCMનો વધારો કર્યો, હવે ટેક્સ સાથે ભાવ રૂ. 53.22

ગુજરાત ગેસે PNGના ભાવમાં રૂ. 6.53 પ્રતિ SCMનો વધારો કર્યો, હવે ટેક્સ સાથે ભાવ રૂ. 53.22

અમદાવાદ: તહેવારોની સિઝન વચ્ચે ગુજરાત ગેસ લિમિટેડે ઘરેલું પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ના ભાવમાં રૂ. 6.53 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) નો વધારો કર્યો છે. આ નવા દરો 3 સપ્ટેમ્બર 2026 થી અમલમાં આવ્યા છે.

કંપનીના જણાવ્યા મુજબ, હવે ગ્રાહકોને ટેક્સ સહિત રૂ. 53.22 પ્રતિ SCM ના ભાવે ઘરેલું ગેસ મળશે. અગાઉ જુલાઈ 2026 માં ટેક્સ વગરનો મૂળ ભાવ રૂ. 46.69 પ્રતિ SCM હતો.

આ વધારાથી રાજ્યના લાખો ગ્રાહકોના માસિક ગેસ બિલમાં સીધો વધારો થશે, જેની અસર ખાસ કરીને સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોના બજેટ પર પડશે. મોંઘવારી પહેલેથી જ સામાન્ય જનતાને ત્રાસ આપી રહી છે, ત્યારે આ વધારો વધુ એક આર્થિક બોજ સમાન ગણાશે.