સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગરમાં વન કર્મચારીઓની હડતાળ ચોથા દિવસે પણ ચાલુ, ગ્રેડ પે સહિત 5 માંગણીઓ પર સરકાર પાસેથી જવાબ નહીં

ગાંધીનગરમાં વન કર્મચારીઓની હડતાળ ચોથા દિવસે પણ ચાલુ, ગ્રેડ પે સહિત 5 માંગણીઓ પર સરકાર પાસેથી જવાબ નહીં

ગુજરાતમાં વનરક્ષક અને વનપાલક કર્મચારીઓની હડતાળ આજે ચોથા દિવસે પણ ચાલુ છે. રાજ્યભરના આ કર્મચારીઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં ધરણા પર બેઠા છે અને તેમની પાંચ મુખ્ય માંગણીઓનો ઉકેલ માગી રહ્યા છે.

કર્મચારીઓની માંગણીઓમાં ગ્રેડ પેની વિસંગતતા દૂર કરવી, રિસ્ક એલાઉન્સ આપવો, પોલીસની જેમ રજાપગાર આપવો, લાંબા સમયથી અટકેલી બદલીની અરજીઓનો ઉકેલ લાવવો અને વન વિભાગમાં કર્મચારીઓની સંખ્યા વધારવી સામેલ છે.

આંદોલનમાં મહિલા કર્મચારીઓ પણ પોતાના બાળકો સાથે જોડાઈ છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, હજુ સુધી સરકાર તરફથી ચર્ચા માટે કોઈને બોલાવવામાં આવ્યા નથી. કર્મચારીઓએ ચેતવણી આપી છે કે માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમને આશા છે કે સરકાર દિવાળી પહેલાં યોગ્ય નિર્ણય લેશે.