સત્ય. સાહસ. સંકલ્પ.

ખેડૂતો વીજકાપ અને સિંચાઈથી પરેશાન, ભારતીય કિસાન સંઘે સરકારને પૂછ્યા સવાલ

ખેડૂતો વીજકાપ અને સિંચાઈથી પરેશાન, ભારતીય કિસાન સંઘે સરકારને પૂછ્યા સવાલ

ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ભારતીય કિસાન સંઘે આ મુદ્દે રાજ્ય સરકારને ઘેરી છે અને નર્મદા ડેમમાંથી તળાવો ભરવાની તાત્કાલિક માગણી કરી છે, જેથી સિંચાઈની સમસ્યા હળવી થઈ શકે.

કિસાન સંઘે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શહેરોમાં વીજળીનો નિયમિત પુરવઠો મળતો હોવા છતાં ગામડાઓમાં જ વીજકાપ કેમ કરવામાં આવે છે. સંઘે કહ્યું કે ખેડૂતો મોંઘવારીના મારને કારણે આંદોલન કરી શકતા નથી અને તેઓ અસહ્ય પીડામાંથી પસાર થઈ રહ્યા છે.

કિસાન સંઘે ખેડૂતોને અપીલ કરી છે કે જ્યારે ધારાસભ્યો તેમના ઘરે મહેમાન બનીને આવે ત્યારે તેમને પૂછવું જોઈએ કે ખેડૂતોની સમસ્યાઓ માટે તેમણે શું રજૂઆત કરી હતી. સંઘે કહેવાતા ખેડૂત આગેવાનો અને ધારાસભ્યોના મૌન પર પણ સવાલ ઉઠાવ્યો છે.