સત્ય. સાહસ. સંકલ્પ.

ઇવનિંગ ન્યૂઝ બુલેટિન: જૂનાગઢમાં દીપડાનો હુમલો, ધોળકામાં ખેડૂતોની રેલી અને 4 નવા લેબર કોડ

ઇવનિંગ ન્યૂઝ બુલેટિન: જૂનાગઢમાં દીપડાનો હુમલો, ધોળકામાં ખેડૂતોની રેલી અને 4 નવા લેબર કોડ

જૂનાગઢ: ફળિયામાં રમતી પાંચ વર્ષની બાળકીને દીપડો ઉઠાવીને ખેતરમાં લઈ ગયો. બે કલાક બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો.

ધોળકા: પ્રદૂષિત પાણીથી જમીન બચાવવા ખેડૂતોએ મહા રેલી કાઢી. પાંચ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી ફેક્ટરીઓ સામે કાર્યવાહીની માગ કરી. જીગ્નેશ મેવાણી અને ખેડૂત નેતાઓએ આંદોલનને સમર્થન આપ્યું.

ગાંધીનગર: મનપા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ પહેલાં AAP મેદાનમાં ઉતરી. ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની આગેવાનીમાં 29 ઉમેદવારોએ નામાંકન યાત્રા યોજી ઉમેદવારી ફોર્મ ભર્યાં.

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાડજ જંક્શન પર ઓવરબ્રિજ, મકરબા 4 લેન બ્રિજ સહિત ₹583.85 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કર્યું. તેમણે કહ્યું કે અત્યારે કોઈને તકલીફ પડે તો રીલ મૂકશે, પણ પોઝિટિવ રહેવું અગત્યનું છે.

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 29 જૂના કાયદા સમેટી 4 નવા લેબર કોડ લાવીને નાના ગુનાઓમાં ફોજદારી જોગવાઈઓ દૂર કરી છે અને સેવાઓ ઓનલાઇન કરી છે. મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે ઉદ્યોગ અને શ્રમિક એક સિક્કાની બે બાજુ છે.

સુરત: સિવિલ હોસ્પિટલમાં વધુ એક ડૉક્ટરનો આપઘાત. નવી સિવિલમાં દોઢ મહિનામાં બીજા ડોક્ટરે આત્મહત્યા કરી. એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા યોગેન્દ્ર પ્રજાપતિએ અગમ્ય કારણોસર હાથની નસ કાપી લીધી.

સુરત: સફાઈ કર્મચારીઓનો અનોખો વિરોધ. અર્ધનગ્ન હાલતમાં કલેક્ટર કચેરી પહોંચ્યા. ગળામાં કુલડી અને પીઠ પાછળ સાવરણો બાંધી કાયમી ભરતીની માગ કરી.

રાજકોટ: મોરબી રોડ પર ત્રિપલ અકસ્માતમાં યુવક કારમાં બેઠો હતો ને પૂરપાટ ટ્રકે ગાડીને ઉડાવી. સિંગર મીરા આહીરના ભાઈ સહિત બેના મોત નીપજ્યા.

અમરેલી: SDPay કૌભાંડમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો. યુઝર્સનો આંકડો 15 લાખને પાર પહોંચ્યો. કૌભાંડની રકમ પણ રૂ. 635 કરોડથી વધી રૂ. 1211 કરોડ થઈ ગઈ.

વડોદરા: રિક્ષાચાલકની દીકરીએ તુર્કીમાં ડંકો વગાડ્યો. ઇન્ટરનેશનલ કુસ્તી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો.