સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો વધારો, તહેવારો પહેલાં ગ્રાહકો પર બોજ

ગુજરાતમાં વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો વધારો, તહેવારો પહેલાં ગ્રાહકો પર બોજ

ગુજરાતમાં વીજળીના દરમાં વધારો થયો છે. સરકારી વીજ કંપનીઓએ ઈંધણ સરચાર્જ (FPPAS – ફ્યુઅલ પ્રાઇસ એન્ડ પાવર પર્ચેસ એડજસ્ટમેન્ટ સરચાર્જ)માં 3.99 ટકાનો વધારો કર્યો છે. તેની સીધી અસર ગ્રાહકોના વીજ બિલ પર યુનિટ દીઠ 30 થી 45 પૈસા સુધીની વધારાના રૂપમાં થશે.

આ વધારો રાજ્યભરના તમામ ઘર, ઓફિસ અને દુકાનોના વીજ ગ્રાહકોને લાગુ પડશે. નવા દરની અસર આગામી વીજ બિલમાં દેખાશે. તહેવારોના સમયે આ વધારો થતાં સામાન્ય પરિવારો અને નાના વેપારીઓના માસિક બજેટ પર દબાણ વધશે.

વીજ કંપનીઓ દ્વારા લેવાયેલા આ નિર્ણય પાછળ ઈંધણના ભાવ અને પાવર ખરીદીના ખર્ચમાં થયેલો વધારો કારણભૂત હોવાનું માનવામાં આવે છે. જોકે, સામાન્ય ગ્રાહકો માટે આ વધારો મોંઘવારી વચ્ચે વધુ એક બોજ સમાન છે.