સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં જળ સંકટ: 207 જળાશયોમાં સરેરાશ 74.89% જળસ્તર, સરદાર સરોવર 90.31% ભરાયો

ગુજરાતમાં જળ સંકટ: 207 જળાશયોમાં સરેરાશ 74.89% જળસ્તર, સરદાર સરોવર 90.31% ભરાયો

ગાંધીનગર: ગુજરાતમાં આ વર્ષે અપૂરતા વરસાદને કારણે જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની છે. રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ 74.89 ટકા જળસ્તર નોંધાયું છે. ગત વર્ષે આ સમયે 86 ડેમ છલોછલ હતા, જ્યારે આ વર્ષે માત્ર 20 જ ડેમ સંપૂર્ણ ભરાયા છે.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પરિસ્થિતિ સૌથી ગંભીર છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાંથી માત્ર 12, દક્ષિણ ગુજરાતના 13માંથી 7 અને મધ્ય ગુજરાતના 17માંથી 1 જ જળાશય સંપૂર્ણ ભરાયા છે. ગત વર્ષની સરખામણીમાં આ આંકડા નોંધપાત્ર રીતે ઓછા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 62, દક્ષિણ ગુજરાતમાં 9, મધ્ય ગુજરાતમાં 8, કચ્છમાં 4 અને ઉત્તર ગુજરાતમાં 3 જળાશયો છલોછલ હતા.

હાલમાં સૌરાષ્ટ્રમાં 53.18 ટકા, ઉત્તર ગુજરાતમાં 42.64 ટકા અને કચ્છમાં 23.88 ટકા જળસ્તર છે. રાજ્યના 76 જળાશયોમાં પાણીનું સ્તર 25 ટકાથી પણ નીચું છે. જોકે, રાજ્ય માટે જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળસ્તર વધીને 90.31 ટકા થયું છે, જે થોડી રાહત આપે છે.