સત્ય. સાહસ. સંકલ્પ.

SIR વિવાદ: ગુજરાતમાં કોંગ્રેસનો વિરોધ, વડોદરા-સુરતમાં પોલીસ સાથે ઘર્ષણ

SIR વિવાદ: ગુજરાતમાં કોંગ્રેસનો વિરોધ, વડોદરા-સુરતમાં પોલીસ સાથે ઘર્ષણ

દેશમાં ચૂંટણી પંચની SIR પ્રક્રિયાના નામે 13 કરોડ મતદારોના નામ કપાયાના મામલે કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આજે ગુજરાતભરમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રાજકોટમાં શહેર કોંગ્રેસના કાર્યકરોએ યુવા કાર્યકરને જ્ઞાનેશ કુમારનું મુખોટું પહેરાવીને ગરદન પકડીને વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા કાર્યકરોએ 'જ્ઞાનેશ ગદ્દાર' લખેલા પોસ્ટરો સાથે નારેબાજી કરી હતી.

વડોદરામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ કાળા કપડાં અને કાળી પટ્ટી ધારણ કરીને ચૂંટણી પંચની સ્વાયત્તતા સામે વિરોધ કર્યો હતો. શહીદ ભગતસિંહની તસવીરો અને "સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ?" લખેલા બેનરો સાથે રસ્તા પર ઉતરેલા કાર્યકરોએ ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી ઉગ્ર નારેબાજી કરી હતી. વિરોધ દરમિયાન પૂતળા દહન સમયે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

સુરતમાં પણ મહિલાઓની ટીંગાટોળી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે તમામની અટકાયત કરી હતી. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ જારી રાખવામાં આવ્યો છે.