ઉત્તર ભારત તરફથી આવી રહેલા ઠંડા પવનોને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. શુક્રવાર (12 નવેમ્બર)ની રાત્રે રાજ્યના 9 જિલ્લાઓમાં સરેરાશ લઘુતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વડોદરામાં સૌથી નીચું 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. અમદાવાદમાં 18.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યના અન્ય શહેરોમાં નોંધાયેલું સરેરાશ લઘુતમ તાપમાન આ પ્રમાણે છે: નલિયા 17.0 ડિગ્રી, રાજકોટ અને અમરેલી 18.2 ડિગ્રી, અમદાવાદ 18.3 ડિગ્રી, ડીસા 19.0 ડિગ્રી, ગાંધીનગર 19.5 ડિગ્રી, પોરબંદર 19.7 ડિગ્રી, સુરત 19.9 ડિગ્રી, ભાવનગર 20.6 ડિગ્રી, સુરેન્દ્રનગર 20.8 ડિગ્રી અને ભુજ 21.0 ડિગ્રી.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી અમદાવાદનું લઘુતમ તાપમાન 17 થી 19 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. વધુમાં, 20 નવેમ્બર પછી તાપમાન 15 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે, જેનાથી ઠંડીમાં વધુ વધારો થવાની સંભાવના છે.