સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો: 17°C સાથે નલિયા સૌથી ઠંડું શહેર, અમદાવાદમાં પણ તાપમાન નીચું

ગુજરાતમાં ઠંડીનો ચમકારો: 17°C સાથે નલિયા સૌથી ઠંડું શહેર, અમદાવાદમાં પણ તાપમાન નીચું

ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. શનિવારે વહેલી સવારે નલિયામાં ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે રાજ્યનું સૌથી નીચું તાપમાન છે. ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.

અમદાવાદમાં પણ મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો થયો છે. જોકે, હાલ રાજ્યમાં દિવસ-રાતના તાપમાનમાં નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી અનુભવાય છે, જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થાય છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ, નવેમ્બરના અંતિમ દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે અને તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. તેથી, આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધુ અનુભવાઈ શકે છે.