સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં આગામી બે દિવસ ઠંડીનો અહેસાસ, લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડો

ગુજરાતમાં આગામી બે દિવસ ઠંડીનો અહેસાસ, લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડો

ગુજરાતમાં આગામી બે દિવસ ઠંડીનો અહેસાસ વધુ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર-પૂર્વીય પવનોની અસરને કારણે લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે.

રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 18 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને રાજ્યના જમીની વિસ્તારો પર ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે આગામી 48 કલાક સુધી રાજ્યભરમાં ઠંડીનો અહેસાસ રહેશે.

બે દિવસ બાદ પવનની દિશા અને હવામાન પ્રણાલીમાં ફેરફાર થતાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. તેના કારણે ઠંડીમાં થોડી રાહત જોવા મળશે.

ગુજરાત પ્રદેશ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આગામી સાત દિવસ સુધી સૂકું હવામાન રહેવાની શક્યતા છે.