ગુજરાત એનર્જીએ સીએનજી (CNG) ગેસના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા સાથે અમદાવાદ સહિત રાજ્યના ભાવ હવે ₹88.76 પ્રતિ કિલો પરથી વધીને ₹93.76 પ્રતિ કિલો થઈ ગયો છે.
આ ભાવવધારાને કારણે સીએનજી વાહનો ચલાવતા લોકોના રોજિંદા ખર્ચમાં વધારો થશે. ખાસ કરીને ટેક્સી, રિક્ષા અને ખાનગી વાહનચાલકો પર આર્થિક બોજ વધશે.
ગુજરાત એનર્જી તરફથી જાહેર કરાયેલા નવા દરો અનુસાર આ વધારો તાત્કાલિક અમલમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સીએનજીના ભાવમાં ફેરફાર થયા છે, જેની સીધી અસર સામાન્ય ગ્રાહકો પર પડે છે.