સત્ય. સાહસ. સંકલ્પ.

રાજ્ય કેબિનેટમાં વીજળી-પાણીની ચર્ચા, પ્રવક્તા મંત્રીએ ખેડૂતોને ઓછા પાણીવાળા પાકની અપીલ કરી

રાજ્ય કેબિનેટમાં વીજળી-પાણીની ચર્ચા, પ્રવક્તા મંત્રીએ ખેડૂતોને ઓછા પાણીવાળા પાકની અપીલ કરી

ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી, જેમાં વીજળી અને પાણીના મુદ્દે ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું કે ખેડૂતોને સિંચાઈ માટે જરૂર પ્રમાણે પાણી આપવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં કેટલું પાણી આપી શકાય તેની પણ કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી.

નર્મદાના પાણીના મુદ્દે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી રહી છે. જીતુ વાઘાણીએ ખેડૂતોને ઓછા પાણીથી તૈયાર થતા પાકનું વાવેતર કરવાની અપીલ કરી છે. તેમણે ખાતરી આપી કે સરકારે ભૂતકાળમાં પણ ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યા છે અને ભવિષ્યમાં પણ કરશે.

વીજળીના મુદ્દે જીતુ વાઘાણીએ દાવો કર્યો કે રાજ્ય સરકારે અગાઉથી આયોજન કર્યું છે. વીજળીની માગ વધતા સરકાર બહારથી વીજળી ખરીદી રહી છે અને સમસ્યા દૂર કરવા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે.