સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત બાર કાઉન્સિલના નવા ચેરમેન પી.ડી. પટેલ, જેજે પટેલ BCI મેમ્બર તરીકે ચૂંટાયા

ગુજરાત બાર કાઉન્સિલના નવા ચેરમેન પી.ડી. પટેલ, જેજે પટેલ BCI મેમ્બર તરીકે ચૂંટાયા

ગુજરાત બાર કાઉન્સિલની સામાન્ય સભામાં કાનૂની ક્ષેત્રને લગતા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ સભામાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી પી.ડી. પટેલની ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે બિનહરિફ નિયુક્તિ કરવામાં આવી છે. પી.ડી. પટેલ વલસાડ જિલ્લાના વાપી-વલસાડ વિસ્તારના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓમાં સામેલ છે.

આ જ સભામાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન જે.જે. પટેલની બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)ના મેમ્બર તરીકે બિનહરિફ વરણી કરવામાં આવી છે. જે.જે. પટેલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નેતૃત્વનો અનુભવ ધરાવે છે. હવે તેઓ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ વરણીને ગુજરાતના ધારાશાસ્ત્રીઓ માટે મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ ગણાવવામાં આવી રહી છે.

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની અધ્યક્ષતામાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ સામાન્ય સભા યોજાઈ હતી. સભા દરમિયાન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા માળખાની પણ જાહેરાત કરવામાં આવી છે. નવા માળખા હેઠળ પી.ડી. પટેલને ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

આમ, એક તરફ જે.જે. પટેલ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે, તો બીજી તરફ પી.ડી. પટેલ ગુજરાત બાર કાઉન્સિલના નેતૃત્વ સંભાળશે. સામાન્ય સભામાં લેવાયેલા આ બંને નિર્ણયોથી ગુજરાતના કાનૂની ક્ષેત્રમાં નવા નેતૃત્વનું માળખું ઊભું થયું છે.