સત્ય. સાહસ. સંકલ્પ.

બોગસ LLB માર્કશીટ કૌભાંડ: ગુજરાત બાર કાઉન્સિલની તપાસમાં 28 વકીલો સામે FIR

બોગસ LLB માર્કશીટ કૌભાંડ: ગુજરાત બાર કાઉન્સિલની તપાસમાં 28 વકીલો સામે FIR

અમદાવાદ: વકીલ બનવા માટે કાયદાની ડિગ્રી લેતી વખતે બોગસ માર્કશીટ રજૂ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગુજરાત બાર કાઉન્સિલની તપાસમાં રાજ્ય સહિત રાજસ્થાન જેવા રાજ્યોમાં ફેલાયેલા નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં 28 જેટલા વકીલો સામે ફરિયાદ નોંધાઈ છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને સિનિયર સભ્ય અનિલ કેલ્લાએ જણાવ્યું કે, વર્ષ 2021માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોગસ માર્કશીટનો પ્રથમ કિસ્સો ધ્યાનમાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાત બહારની યુનિવર્સિટીઓની પણ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 2020 સુધીમાં 3-4 યુનિવર્સિટીઓ (જેમ કે રાજસ્થાનની ચુરૂ યુનિવર્સિટી, બુંદેલખંડ યુનિવર્સિટી)ના 28-29 વકીલોની માર્કશીટ ખોટી હોવાનું બહાર આવ્યું હતું.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આવા કિસ્સાઓને ગંભીરતાથી લેતાં 2022થી તમામ નવા વકીલોની માર્કશીટનું વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. આ પહેલાં માત્ર ગુજરાત બહારના વિદ્યાર્થીઓની માર્કશીટ ચકાસવામાં આવતી હતી.

અનિલ કેલ્લાએ એમ પણ કહ્યું કે, ઘણા વિદ્યાર્થીઓ અજાણતાં બોગસ કૉલેજોમાં પ્રવેશ મેળવી લેતા હતા, એટલે તેમની સામેની કાર્યવાહી માફીના આધારે પડતી મૂકવામાં આવી છે. પરંતુ જે લોકોએ જાણી જોઈને બોગસ માર્કશીટ તૈયાર કરાવી હતી તેમની સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.