સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી: પ્રશ્નોત્તરી, શ્રદ્ધાંજલિ અને કેબિનેટ બેઠકનો કાર્યક્રમ

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી: પ્રશ્નોત્તરી, શ્રદ્ધાંજલિ અને કેબિનેટ બેઠકનો કાર્યક્રમ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે અને પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે. આ દરમિયાન સામાન્ય વહીવટ, તાલીમ, મહેસૂલ, નર્મદા, જળ સંપતિ, ઊર્જા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગને લગતા પ્રશ્નો પર ચર્ચા થશે. માર્ગ અને મકાન, કલ્પસર અને પાટનગર યોજના વિભાગને લગતા પ્રશ્નો પણ પૂછવામાં આવશે.

પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી શોક પ્રસ્તાવ રજૂ કરશે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય યોગેશ પટેલ, મોહનસિંહ રાઠવા સહિત પાંચ દિવંગત સભ્યોને ગૃહમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. શોક પ્રસ્તાવ બાદ વિધાનસભાની કાર્યવાહી મુલતવી રાખવામાં આવશે.

આ ઉપરાંત, બુધવારે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠક મળશે. સત્ર દરમિયાન રજૂ થનારા 9 બિલ અંગે આ બેઠકમાં ચર્ચા થશે. રાજ્યમાં વરસાદની ઘટ, પાણીની સ્થિતિ અને ખરીફ પાકના વાવેતર અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.