સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત વિધાનસભાને બોમ્બની ધમકી: ઈમેલ બાદ સુરક્ષા સઘન, કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી

ગુજરાત વિધાનસભાને બોમ્બની ધમકી: ઈમેલ બાદ સુરક્ષા સઘન, કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં બપોરે 2:11 કલાકે બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ હતો. ઈમેલ મળતાં જ તંત્રમાં ચકચાર મચી ગયો હતો અને તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી.

વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલાં જ ગાંધીનગર પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યાપક તપાસ હાથ ધરી હતી. બોમ્બ સ્કવોડ અને પોલીસ દળે વિધાનસભા પરિસરના દરેક ખૂણે-ખૂણે ચેકિંગ કર્યું હતું. ધમકી વચ્ચે પણ વિધાનસભાના ગૃહનું કામકાજ યથાવત રહ્યું હતું, પરંતુ સુરક્ષા માટે સતત સાવચેતી રાખવામાં આવી હતી.

પોલીસની ઝીણવટભરી તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતાં તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટના બાદ ગાંધીનગર પોલીસે વિધાનસભા અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી છે.