ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે રાજ્યભરમાં ફરજ બજાવતા વર્ગ-2ના 115 ખેતી અધિકારીઓ અને નાયબ ખેતી નિયામકોની બદલીના આદેશ કર્યા છે. આ બદલી જાહેર હિત અને સ્વ-વિનંતીના આધારે કરવામાં આવી છે.
વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આ અધિકારીઓને રાજ્યના અન્ય સ્થળોએ તાત્કાલિક અસરથી બદલવામાં આવ્યા છે. આ નિર્ણયથી કૃષિ સેવામાં નવીનતા આવશે અને વહીવટી કાર્યક્ષમતા વધશે તેવું વિભાગનું માનવું છે.