સત્ય. સાહસ. સંકલ્પ.

AAPમાં ભંગાણ, સુરત મનપામાં ખુરશી વિવાદ અને વાઘેલાના નિવેદનથી વિવાદ

AAPમાં ભંગાણ, સુરત મનપામાં ખુરશી વિવાદ અને વાઘેલાના નિવેદનથી વિવાદ

ગુજરાતમાં રાજકીય ઘટનાક્રમ ઝડપી બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP)માં ભંગાણ સામે આવ્યું છે, ત્યારે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ખુરશી વિવાદે જોર પકડ્યું છે. બીજી તરીકે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પાટીદાર, વાણિયા અને બ્રાહ્મણ સમાજ અંગેના નિવેદનથી વિવાદ સર્જાયો છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા AAPના 100 કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા હોવાના અહેવાલ છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ શક્તિ પ્રદર્શનમાં વ્યસ્ત હતા, ત્યારે ભાજપે ભંગાણ સર્જ્યું હોવાનું કહેવાય છે.

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સિનિયર કોર્પોરેટરોને પાછળ બેસાડવામાં આવતાં ખુરશી વિવાદ થયો. ગાંધીનગરથી બેઠક વ્યવસ્થા અંગે આદેશ છૂટ્યા બાદ મેયરે ખુરશી પાછળ લડવાને બદલે લોકોના કામ કરવા ટકોર કરી છે.

અમદાવાદ-વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા નક્કી કરવા માટે પહેલીવાર કોંગ્રેસે દિલ્હીથી નિરીક્ષક નીમ્યા છે. AICCએ અમદાવાદ અને વડોદરામાં અલગ-અલગ નિરીક્ષકની જવાબદારી સોંપી છે. છેલ્લા પાંચ મહિનાથી નિમણૂક અટકી હતી.

ગીર ગઢડામાં માતા-પિતા વચ્ચે સૂતેલા ત્રણ વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. જુવારના ખેતરમાંથી મૃતદેહ મળ્યો બાદ વન વિભાગે એક કલાકમાં દીપડાને પાંજરે પૂર્યો.

કરજણ NH-48 પર CNG ભરતી વખતે કારની ગેસ ટેન્કમાં પ્રચંડ બ્લાસ્ટ થયો. કારના ફુરચા-ફુરચા ઉડી ગયા અને બે વાહનોને નુકસાન થયું. કારમાં કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી.

વડોદરામાં જમીન દલાલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. આરોપીે ખોટી ઓળખ આપી યુવતીને ફસાવી અને બે વખત ગર્ભપાત કરાવ્યાનો આક્ષેપ છે. ગોત્રી પોલીસે બે કલાકમાં આરોપીની ધરપકડ કરી.

મણિનગરની પ્રગતિ સ્કૂલના શિક્ષક પર નકલી ઈન્સ્ટાગ્રામ આઈડીથી વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ કરવાનો આક્ષેપ થયો. વિદ્યાર્થિનીના મિત્રએ શિક્ષકને માર માર્યો અને સ્કૂલે શિક્ષકને ટર્મિનેટ કર્યો.

અમદાવાદના ઇસનપુરમાં 21 વર્ષીય વિદ્યાર્થી જીગર સોલંકી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું. મિત્રને મળવા નીકળ્યા બાદ અજાણ્યા શખ્સોએ માર માર્યાની આશંકા છે.

હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં 24 કલાકમાં ચોમાસાની વિદાયની શક્યતા છે. હાલ વરસાદની કોઈ આગાહી નથી. ભૂજ અને ડીસા 38.6°C સાથે સૌથી ગરમ સ્થળો રહ્યા. ઓક્ટોબરમાં ગરમી વધવાની શક્યતા છે.