રોકસ્ટાર ગેમ્સની બહુપ્રતીક્ષિત વિડિયો ગેમ Grand Theft Auto 6 (GTA 6) ભારતમાં 19 નવેમ્બરની મધ્યરાત્રિએ લોન્ચ થઈ છે. કંપનીએ જણાવ્યું હતું કે તમામ દેશોમાં સ્થાનિક સમય મુજબ રાત્રે 12 વાગ્યે ગેમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ન્યૂઝીલેન્ડમાં ગેમર્સને સૌપ્રથમ રમવાની તક મળી હતી.
આ ગેમ PlayStation 5 અને Xbox Series X/S પર ઉપલબ્ધ છે. ગેમનું PC વર્ઝન હજુ લોન્ચ થયું નથી, તેથી PC ગેમર્સને હજુ રાહ જોવી પડશે.
GTA 6 માં વાઇસ સિટીની દુનિયા ફરી રજૂ થઈ છે. આ વખતે બે નવા પાત્રો Jason Duival અને Lucia Caminos ઉમેરવામાં આવ્યા છે. ગેમની વાર્તા Leonida રાજ્યમાં સેટ છે, જે અમેરિકાના ફ્લોરિડા રાજ્ય પરથી પ્રેરિત છે. Vice City મિયામી શહેરનું કાલ્પનિક સ્વરૂપ છે.
ગેમની કિંમત: Standard Edition 79.99 ડોલર (અંદાજે 7,476 રૂપિયા) અને Ultimate Edition 99.99 ડોલર (અંદાજે 9,345 રૂપિયા). (1 ડોલર = 93.46 રૂપિયા)
ગેમ ડાઉનલોડ કરવા માટે આશરે 212GB સ્ટોરેજની જરૂર પડશે.
ગેમના ટ્રેલરને શાનદાર પ્રતિસાદ મળ્યો છે. ટ્રેલર લોન્ચ થયાના પ્રથમ 24 કલાકમાં YouTube પર 9.3 કરોડ વ્યૂઝ મળ્યા હતા.