સત્ય. સાહસ. સંકલ્પ.

GSSSB ભરતી: વર્ગ-3ની 1237 જગ્યાઓ માટે મેગા ભરતી, 5 નવેમ્બરથી ઓનલાઇન અરજી

GSSSB ભરતી: વર્ગ-3ની 1237 જગ્યાઓ માટે મેગા ભરતી, 5 નવેમ્બરથી ઓનલાઇન અરજી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગરે વર્ગ-3ની ગ્રુપ-A અને ગ્રુપ-Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) મારફતે મોટી ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી હેઠળ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કુલ 1237 જગ્યાઓ ભરવામાં આવશે.

મંડળની જાહેરાત મુજબ, ઉમેદવારો 5 નવેમ્બરથી ઓજસ (OJAS) પોર્ટલ પર ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકશે. અરજી કરતા પહેલાં ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત અને કેટેગરી અંગે મંડળની વિગતવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચવી જોઈએ.

CCE એટલે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા. આ પદ્ધતિ હેઠળ પહેલા પ્રિલિમિનરી પરીક્ષા યોજાય છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો, ગણિત તથા રીઝનિંગ જેવા વિષયોના પ્રશ્નો પૂછાય છે. પ્રિલિમિનરીમાં પસંદ થયેલા ઉમેદવારોને ગ્રુપ પ્રમાણે મુખ્ય પરીક્ષા માટે બોલાવાય છે. ગ્રુપ-A માટે વર્ણનાત્મક અને ગ્રુપ-B માટે વસ્તુલક્ષી (MCQ) મુખ્ય પરીક્ષા લેવાય છે.

રાજ્ય સરકારે અગાઉ લાગુ કરેલા નવા પરીક્ષા નિયમો મુજબ સચિવાલય અને બિન-સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિતની વિવિધ કેડરની જગ્યાઓ માટે સંયુક્ત રીતે આ પરીક્ષા યોજાય છે. ઉમેદવારોએ અરજી કરતી વખતે જાહેરાતમાં દર્શાવેલી સમયમર્યાદા અને શરતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.