સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળીમાં વતન જવા GSRTCની 2400 વધારાની બસો, 4થી 7 નવેમ્બર સુધી સુરત-સૌરાષ્ટ્ર રૂટ પર વિશેષ વ્યવસ્થા

દિવાળીમાં વતન જવા GSRTCની 2400 વધારાની બસો, 4થી 7 નવેમ્બર સુધી સુરત-સૌરાષ્ટ્ર રૂટ પર વિશેષ વ્યવસ્થા

દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (GSRTC)એ વિશેષ આયોજન કર્યું છે. તહેવારના દિવસોમાં વતન જવા નીકળતા મુસાફરોને પરિવહનની સુવિધા મળે તે માટે 2,400 વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખાસ કરીને સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતા મુસાફરોની સુવિધા માટે 8,000થી વધુ વધારાની ટ્રિપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વધારાની બસો 4થી 7 નવેમ્બર દરમિયાન દોડશે. આ વ્યવસ્થાથી ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ તરફ જતા મુસાફરોને રાહત મળવાની અપેક્ષા છે.

ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર સહિતનાં શહેરો તરફ પણ વધારાની બસો દોડાવવામાં આવશે. મુસાફરોને ટિકિટ મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. મુસાફરો એસટી નિગમની સત્તાવાર વેબસાઇટ પર અગાઉથી (એડવાન્સ) તેમજ તાત્કાલિક (કરંટ) ટિકિટ બુક કરાવી શકશે.

વધુમાં, મુસાફરી સંબંધિત માહિતી માટે મુસાફરો 24 કલાક ટોલ ફ્રી નંબર 1800233666666 પર સંપર્ક કરી શકશે. એસટી નિગમના આ આયોજનથી દિવાળીના તહેવારોમાં મુસાફરોની અવરજવર સરળ બનશે તેવી આશા છે.