ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)એ અમદાવાદથી ઉજ્જૈન અને શિરડી માટે નવી AC લક્ઝરી બસ સેવા શરૂ કરી છે. આનાથી ધાર્મિક યાત્રીઓને મુસાફરીમાં સુવિધા થશે.
ઉજ્જૈન રૂટ: અમદાવાદથી ઉજ્જૈન જતી બસ દરરોજ સાંજે 7:00 વાગ્યે ગીતામંદિર બસ સ્ટેશનથી ઉપડશે. પરત ઉજ્જૈનથી અમદાવાદ માટે બસ સાંજે 5:40 વાગ્યે ઉપડશે. આ બસ બાલાસિનોર, ગોધરા, દાહોદ, ધાર અને ઈન્દોર થઈને ઉજ્જૈન પહોંચશે. ભાડું 911 રૂપિયા નક્કી કરાયું છે.
શિરડી રૂટ: અમદાવાદથી શિરડી જતી બસ દરરોજ સવારે 7:00 વાગ્યે નહેરુનગરથી ઉપડશે. આ રૂટનું ભાડું 1289 રૂપિયા છે.
બંને બસોમાં AC, પુશબેક લક્ઝરી સીટો અને પૂરતી લગેજ સ્પેસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. મુસાફરો GSRTCની વેબસાઇટ, મોબાઇલ એપ અથવા બસ સ્ટેન્ડના કાઉન્ટર પરથી એડવાન્સ બુકિંગ કરાવી શકે છે.