ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS)ના ધોરણ-10 અને ધોરણ-12 (સામાન્ય પ્રવાહ)ના ઉમેદવારો માટે નવેમ્બર-ડિસેમ્બર 2026ની પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે.
બોર્ડે જાહેર કરેલી યાદી મુજબ પરીક્ષા 30 નવેમ્બર 2026થી શરૂ થશે અને 9 ડિસેમ્બર 2026 સુધી ચાલશે.
ધોરણ-10ની પરીક્ષા 30 નવેમ્બરે ગણિતના પ્રશ્નપત્રથી શરૂ થશે અને 8 ડિસેમ્બરે પૂરી થશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ 30 નવેમ્બરથી શરૂ થઈને 9 ડિસેમ્બર સુધી બે સેશનમાં યોજાશે.
સવારના સેશનમાં પરીક્ષા સવારે 10:30થી બપોરે 1:45 સુધી અને બપોરના સેશનમાં બપોરે 3થી સાંજે 6:15 સુધી લેવાશે.
ધોરણ-12માં કમ્પ્યુટર પરિચય (331) વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે. વોકેશનલ અને અમુક વિશિષ્ટ વિષયો માટે પરીક્ષાનો સમયગાળો વિષય મુજબ અલગ-અલગ રાખવામાં આવ્યો છે.
પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://www.gsebeservice.com/ પર મુકવામાં આવ્યો છે. ઉમેદવારો પોતાના વિષય મુજબની તારીખો અને સમયની ખાતરી ત્યાંથી કરી શકે છે.