મુંબઈના લાલબાગચા રાજા ખાતે મંગળવારે સાંજે અભિનેતા ગોવિંદા તેમની ચર્ચિત મિત્ર કોમલ રાની સ્વર્ણકાર સાથે દર્શન કરવા પહોંચ્યા હતા. બંનેએ બાપ્પાનાં દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન ગોવિંદા કોમલ રાનીનું ધ્યાન રાખતો જોવા મળ્યો હતો. બંનેના દર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે.
ગોવિંદા અને કોમલ રાનીએ પંડાલમાં પ્રસાદ ધરાવ્યો અને પૂજા-અર્ચનામાં ભાગ લીધો. પૂજારીએ બંનેના કપાળ પર તિલક લગાવ્યું હતું. દર્શન બાદ ગોવિંદાએ બહાર ઉભેલા ચાહકો સામે હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું હતું.
ગોવિંદા અને કોમલ રાની પહોંચ્યા તેના થોડા સમય પહેલા જ ગોવિંદાના પત્ની સુનીતા આહુજા પણ લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચી હતી. સુનીતા પોતાની સુરક્ષા ટીમ સાથે એકલી જ દર્શન કરવા આવી હતી. ગત વર્ષ સુધી ગોવિંદા અને સુનીતા સાથે મળીને ગણેશોત્સવની ઉજવણી કરતા હતા, જેને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આ દિવસે અન્ય ઘણા સેલિબ્રિટીઝે પણ લાલબાગચા રાજાના દર્શન કર્યાં હતાં. અનન્યા પાંડે તેના પિતા ચંકી પાંડે સાથે દર્શન કરવા પહોંચી હતી. ક્રિસ્ટલ ડિસૂઝા, રિત્વિક ધનજાની સાથે દર્શન કરવા આવી હતી. ઈશા માલવિયા અભિનેતા ગુરપ્રીત સાથે પહોંચી હતી, જ્યારે સંજય દત્ત તેની પત્ની માન્યતા સાથે દર્શન કરવા આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગોવિંદા અને સુનીતા વચ્ચેના સંબંધોમાં ચર્ચા ચાલી રહી છે. ગત 19 ઓગસ્ટ, 2026ના રોજ સુનીતાએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં પહોંચીને છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો હતો. સુનીતાના જણાવ્યા અનુસાર, ગોવિંદા તેની ગર્લફ્રેન્ડ કોમલ સાથે બીજા લગ્ન કરવાનું પ્લાન કરી રહ્યો હતો, અને તેના વિરોધમાં જ તેમણે છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો હતો.