દેશના સોનાના બજારમાં આ સપ્તાહે મોટો ઘટાડો નોંધાયો છે. 26 સપ્ટેમ્બરની સવારે મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,52,850 થી ₹1,53,000 વચ્ચે રહ્યા હતા. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,53,000 અને 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,40,260 પર વેચાઈ રહ્યું છે.
મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,52,850 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,40,110 છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,52,900 અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,40,160 છે.
આ સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ₹4,000 અથવા 2.5 ટકાનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ પ્રતિ ઔંસ $4,282.98 પર ટ્રેડ થઈ રહ્યું છે અને વૈશ્વિક સ્તરે સપ્તાહ દરમિયાન 2.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક દિવસ અગાઉ દિલ્હીના બુલિયન માર્કેટમાં 99.9 ટકા શુદ્ધ સોનાના ભાવમાં ₹200નો વધારો થયો હતો, જે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા અને ડોલરમાં નરમાઈને કારણે હતો.
ચાંદીના ભાવમાં પણ ઘટાડો ચાલુ છે. 26 સપ્ટેમ્બરની સવારે ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2,44,900 પર આવી ગઈ હતી. સપ્તાહ દરમિયાન ચાંદીના ભાવમાં ₹10,000 અથવા 4 ટકાનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વર પ્રતિ ઔંસ $64.26 પર ટ્રેડ થઈ રહી છે.
બજારની આગામી દિશા અંગે LKP સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતીન ત્રિવેદી જણાવે છે કે રોકાણકારોની નજર યુએસ ફેડરલ રિઝર્વની FOMC બેઠકની મિનિટ્સ પર છે. આ મિનિટ્સ ભવિષ્યના વ્યાજ દરની હિલચાલ અંગે સંકેત આપી શકે છે, જે સોનાના ભાવનું આગળનું વલણ નક્કી કરવામાં મદદ કરશે. ભૂરાજકીય મોરચે યુએસ-ઈરાન તણાવ પણ બજાર માટે મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.