સત્ય. સાહસ. સંકલ્પ.

સોનું ₹1.54 લાખને પાર, ચાંદી રેકોર્ડ હાઈની નજીક

સોનું ₹1.54 લાખને પાર, ચાંદી રેકોર્ડ હાઈની નજીક

આજે ભારતીય વાયદા બજાર (MCX)માં સોના-ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી. સોનું રૂ.1,823 વધીને રૂ.1,54,225 પ્રતિ 10 ગ્રામ થયું. ચાંદી રૂ.3,234ના ઉછાળા સાથે રૂ.2,39,500 પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી, જે તેના ઓલ-ટાઇમ હાઈ રૂ.2,40,000ની અત્યંત નજીક છે.

કારોબાર દરમિયાન સોનું રૂ.1,53,799ના ભાવે ખુલ્યું હતું અને દિવસના નીચા સ્તર રૂ.1,53,476 પછી ઊંચા સ્તરે પહોંચ્યું. ચાંદી રૂ.2,38,229ના ભાવે ખુલી હતી અને રૂ.2,37,980ના નીચા સ્તરે ગયા બાદ રૂ.2,39,500 સુધી પહોંચી ગઈ.

આ તેજીનું મુખ્ય કારણ અમેરિકાના નબળા આર્થિક આંકડા છે. તાજેતરમાં જાહેર થયેલો ADP પ્રાઇવેટ પેરોલ ડેટા અપેક્ષા કરતાં નબળો રહ્યો હતો, જે દર્શાવે છે કે અમેરિકાનું શ્રમ બજાર સુસ્ત છે. આ કારણે યુએસ ડૉલર અને બોન્ડ યીલ્ડમાં ઘટાડો થયો છે, જેનાથી રોકાણકારો સલામત રોકાણ તરીકે કિંમતી ધાતુઓ તરફ વળ્યા છે.

તદુપરાંત, યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ કાપ મૂકશે તેવી મજબૂત અટકળો અને વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવને કારણે પણ સોના-ચાંદીની માંગમાં વધારો થયો છે. આથી સ્થાનિક અને વૈશ્વિક બજારમાં ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.