વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો અને સ્થાનિક માંગને કારણે MCX માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી છે. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂ. 3,600થી વધુનો વધારો નોંધાયો છે, જ્યારે સોનામાં પણ રૂ. 1,000થી વધુનો ઉછાળો આવ્યો છે.
સોનું રૂ. 1,41,270 પર ખૂલ્યું હતું, જે અગાઉના બંધ ભાવ રૂ. 1,40,525 કરતાં રૂ. 1,043નો વધારો દર્શાવે છે. દિવસ દરમિયાન સોનાએ રૂ. 1,41,568ની સર્વોચ્ચ સપાટી સ્પર્શી હતી, જ્યારે નીચલો ભાવ રૂ. 1,41,255 રહ્યો હતો.
ચાંદીની વાત કરીએ તો, તે રૂ. 1,85,414 પર ખૂલી હતી, જે અગાઉના બંધ ભાવ રૂ. 1,82,576 કરતાં રૂ. 3,625નો વધારો છે. દિવસ દરમિયાન ચાંદીએ રૂ. 1,86,201ની સર્વકાલીન ઊંચી સપાટી પર પહોંચી હતી, જ્યારે નીચલો ભાવ રૂ. 1,85,290 નોંધાયો હતો.
બજારના જાણકારોના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓમાં માંગ વધવી અને સ્થાનિક બજારમાં ખરીદી વધવાથી ભાવને ટેકો મળ્યો છે. રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.