સત્ય. સાહસ. સંકલ્પ.

સોનું ₹1615 અને ચાંદી ₹3879 મોંઘી, જાણો આજના તાજા ભાવ

સોનું ₹1615 અને ચાંદી ₹3879 મોંઘી, જાણો આજના તાજા ભાવ

વૈશ્વિક અને સ્થાનિક બુલિયન બજારમાં સોના-ચાંદીની માંગ વધતાં ભાવમાં ફરી તેજી જોવા મળી છે. આજે કારોબારી સત્ર દરમિયાન સોનું ₹1615 અને ચાંદી ₹3879 મોંઘી થઈ છે.

સોનાનો ભાવ જૂના ક્લોઝિંગ ₹142552 સામે ₹143562 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન નવી લેવાલી નીકળતાં ભાવ વધીને ₹144167ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નીચલું સ્તર ₹143562 રહ્યું હતું. એક જ દિવસમાં સોનામાં કુલ ₹1615નો વધારો નોંધાયો છે.

ચાંદીનું જૂનું ક્લોઝિંગ ₹185100 હતું, જે આજે ₹188600 પર ખુલ્યું હતું. માંગ વધવાને કારણે ભાવ વધીને ₹188979ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નીચલું સ્તર ₹187917 રહ્યું હતું. ચાંદીમાં કુલ ₹3879નો વધારો થયો છે.

ભાવવધારાને કારણે ગ્રાહકો ચિંતિત છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક બજારમાં માંગ અને રોકાણકારોના વલણથી ભાવ પર અસર પડી છે.