છેલ્લા અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, ઘરેલું બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 4,694 રૂપિયા ઘટીને 1,54,884 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે ચાંદીનો ભાવ 8,436 રૂપિયા ઘટીને 2,35,456 રૂપિયા પ્રતિ કિલો થયો છે.
મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ સોના અને ચાંદીના વાયદા ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 28 ઓગસ્ટના રોજ સોનું 1,56,281 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે શુક્રવારે ઘટીને 1,52,815 રૂપિયા પર આવી ગયું છે, એટલે કે સપ્તાહમાં 3,466 રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદીના વાયદા ભાવમાં પણ 4,944 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો નોંધાયો છે.
આ ઘટાડા બાદ ચાંદી તેના લાઈફ ટાઈમ હાઈ સ્તરથી હવે 1,82,548 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે. જાન્યુઆરીમાં ચાંદીએ 4,20,048 રૂપિયા પ્રતિ કિલોનો રેકોર્ડ સ્તર છુયો હતો.
ભાવમાં આ ઘટાડા બાદ 18, 20 અને 22 કેરેટ સોનાના ભાવ પણ નીચે આવ્યા છે. 22 કેરેટ સોનું 1,51,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 20 કેરેટ સોનું 1,37,850 રૂપિયા, 18 કેરેટ સોનું 1,25,460 રૂપિયા અને 14 કેરેટ સોનું 99,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે.