ભારતીય વાયદા બજાર (MCX)માં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બંને ધાતુઓની શરૂઆત નબળા સ્તરે થઈ હતી અને દિવસભર ઘટાડા સાથે કારોબાર થયો હતો.
MCX પર સોનાનો જૂનો બંધ ભાવ (Prev. Close) ₹1,54,381 હતો, જે આજે ઘટીને ₹1,53,500ના ઓપન ભાવ (Open) પર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન સોનો નીચામાં ₹1,53,050 સુધી ગયો હતો અને ઊંચામાં ₹1,54,059 સુધી પહોંચ્યો હતો. હાલ સોનો ₹1,53,555 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. બજાર ખુલતાં જ સોનું ₹1,331 સસ્તું થયું હતું.
ચાંદીમાં પણ આ જ સ્થિતિ જોવા મળી. ચાંદીનો જૂનો બંધ ભાવ ₹2,41,603 હતો, જે ઘટીને ₹2,40,004ના ઓપન ભાવ પર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન ચાંદી નીચામાં ₹2,39,893 અને ઊંચામાં ₹2,41,122 સુધી ગઈ હતી. હાલ ચાંદી ₹2,39,962ના સ્તરે કારોબાર કરી રહી છે. ચાંદી આજે પ્રતિ કિલોએ ₹1,710 સસ્તી થઈ હતી.
કિંમતી ધાતુઓમાં આ ઘટાડાને કારણે રોકાણકારોમાં ચિંતા વ્યાપી છે. બજાર વિશ્લેષકો ધાતુઓની આગળની હિલચાલ પર નજર રાખી રહ્યા છે.