રાજધાની દિલ્હીના સર્રાફા બજારમાં શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવ વધ્યા હોવા છતાં સ્થાનિક બજારમાં વેચાણનું દબાણ વધતાં કિંમતો નીચે આવી છે.
શુક્રવારે ચાંદીનો ભાવ રૂ.10,000 ઘટીને રૂ.2,34,600 પ્રતિ કિલોગ્રામ થયો હતો. ગુરુવારે તે રૂ.2,44,600 પ્રતિ કિલોગ્રામ હતો. સોનાની વાત કરીએ તો 99.9 ટકા શુદ્ધતાવાળું સોનું રૂ.2,700 ઘટીને રૂ.1,55,900 પ્રતિ 10 ગ્રામ થયું છે. ગુરુવારે તે રૂ.1,58,600 પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે સોનું 1.15 ટકા વધીને રૂ.4,366.58 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું, જ્યારે ચાંદી લગભગ 2 ટકાની તેજી સાથે 64.77 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં થોડો સુધારો થયો છે, પણ સોનું હજુ દબાણમાં છે અને સતત ત્રીજા સપ્તાહે ઘટાડા તરફ છે.
કોમોડિટી વિશ્લેષકોના જણાવ્યા મુજબ, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે મોંઘવારીની ચિંતા ફરી વધી છે. અમેરિકી ટ્રેઝરી બોન્ડ પર ઊંચો વળતર દર અને વ્યાજ દરો વધવાની અપેક્ષાઓ પણ સોના જેવી સંપત્તિઓ પર દબાણ બનાવી રહી છે. શુક્રવારે એમસીએક્સ (MCX) પર ક્રૂડ ઓઇલનો ભાવ રૂ.9,532 પ્રતિ બેરલ પર પહોંચ્યો હતો.
નોંધનીય છે કે સર્રાફા બજાર શનિવાર અને રવિવારે બંધ રહે છે, એટલે આગામી સોમવારે બજાર ખૂલશે ત્યારે ભાવમાં વધુ ફેરફાર થઈ શકે છે.