સત્ય. સાહસ. સંકલ્પ.

સોનું ₹498 ઘટીને ₹1.48 લાખ પર, ચાંદી ₹1,245 સસ્તી: સપ્ટેમ્બરમાં પણ મોટો ઘટાડો

સોનું ₹498 ઘટીને ₹1.48 લાખ પર, ચાંદી ₹1,245 સસ્તી: સપ્ટેમ્બરમાં પણ મોટો ઘટાડો

દેશના બુલિયન બજારમાં આજે એટલે કે 7 ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ના જણાવ્યા મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનું ₹498 ઘટીને ₹1.48 લાખ પર આવ્યું છે. જ્યારે એક કિલો ચાંદી ₹1,245 સસ્તી થઈને ₹2.22 લાખ પર આવી છે.

આ પહેલા ગયા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં પણ સોનું ₹8,000 અને ચાંદી ₹15,000 સસ્તી થઈ હતી. 31 ઓગસ્ટે સોનું પ્રતિ 10 ગ્રામ ₹1.56 લાખ પર હતું, જે 30 સપ્ટેમ્બરે ઘટીને ₹1.48 લાખ પર આવ્યું. તેવી જ રીતે, 1 કિલો ચાંદીની કિંમત ₹2.37 લાખથી ઘટીને ₹2.22 લાખ પર આવી.

શું આ ઘટાડો લાંબો ચાલશે?

નિષ્ણાતોના મતે હાલમાં સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે ત્રણ વર્ષમાં પહેલીવાર વ્યાજ દરોમાં વધારો કર્યો છે, જેના કારણે સોનાના ભાવ પર દબાણ આવ્યું છે. બીજી તરફ અમેરિકા-ઈરાન તણાવ અને આર્થિક અનિશ્ચિતતાના કારણે સોનાને ટેકો મળી શકે છે. રોકાણકારો ફરીથી સોનાને સુરક્ષિત રોકાણ તરીકે પસંદ કરી શકે છે.

રોકાણકારોએ સાવચેત રહેવું જોઈએ, કારણ કે બજારમાં હજુ નબળાઈના સંકેતો જોવા મળી રહ્યા છે. કોઈપણ મોટા ઘટાડા પર ખરીદીની તક પણ ઊભી થઈ શકે છે.

જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ બે બાબતો ધ્યાન રાખો

સર્ટિફાઇડ સોનું જ ખરીદો: હંમેશાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નું હોલમાર્ક ધરાવતું સર્ટિફાઇડ સોનું જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે કંઈક આ પ્રકારનો હોઈ શકે છે—AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.

કિંમત ક્રોસચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત અનેક સ્રોતો (જેમ કે IBJAની વેબસાઇટ) પરથી ક્રોસચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે.

અસલી ચાંદીની ઓળખ કરવાની ચાર રીતો

મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબક સાથે ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે.

બરફ ટેસ્ટ: ચાંદી પર બરફ મૂકો. અસલી ચાંદી પર બરફ ઝડપથી પીગળે છે.

સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં ગંધ હોતી નથી. નકલી ચાંદીમાંથી તાંબા જેવી ગંધ આવે છે.

કાપડ ટેસ્ટ: ચાંદીને સફેદ કપડાથી ઘસો. જો કાળા નિશાન આવે તો તે અસલી છે.