તહેવારોની સિઝનમાં સોના-ચાંદી ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા વચ્ચે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે.
બુધવારે ચાંદીના વાયદા ભાવમાં રૂ.1,800થી વધુનો ઘટાડો થયો હતો, જેના કારણે ચાંદી તેના ઓલ-ટાઇમ હાઈ કરતાં રૂ.2.25 લાખથી વધુ સસ્તી મળી રહી છે. 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળી ચાંદી રૂ.1,94,901 પ્રતિ કિલો પર ખુલી હતી, જે અગાઉના બંધ ભાવ રૂ.1,96,717 કરતાં રૂ.1,816 સસ્તી છે.
ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં 30 સપ્ટેમ્બરે ચાંદીનો ભાવ રૂ.2,23,706 પ્રતિ કિલો હતો, જે હવે ઘટીને રૂ.1,94,901 થયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં ચાંદીએ રૂ.4,20,048 પ્રતિ કિલોની ઐતિહાસિક ઊંચી સપાટી સ્પર્શી હતી, પરંતુ ત્યારબાદના સતત ઘટાડાને કારણે હવે તે રેકોર્ડ ભાવથી રૂ.2,25,147 પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે.
સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. બુધવારે બજાર ખૂલતાં જ 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.1,43,468 પર આવી ગયો હતો, જે અગાઉ રૂ.1,44,138 પર બંધ થયો હતો. એટલે કે સોનામાં રૂ.670 પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. 30 સપ્ટેમ્બરે સોનાનો ભાવ રૂ.1,49,036 પ્રતિ 10 ગ્રામ હતો, જેની સરખામણીએ સોનું અત્યાર સુધીમાં રૂ.5,568 સસ્તું થઈ ચૂક્યું છે.
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ અસોસિએશન (IBJA)ની વેબસાઇટ મુજબ, ઘરેલું બજારમાં સોના-ચાંદીના તાજેતરના ભાવ નીચે મુજબ છે:
ચાંદી: 1 કિલોનો ભાવ આશરે રૂ.1.94 લાખ.
24 કેરેટ સોનું: 10 ગ્રામના રૂ.1,42,300.
22 કેરેટ સોનું: 10 ગ્રામના રૂ.1,41,730.
20 કેરેટ સોનું: 10 ગ્રામના રૂ.1,30,347.
18 કેરેટ સોનું: 10 ગ્રામના રૂ.1,06,725.
14 કેરેટ સોનું: 10 ગ્રામના રૂ.83,246.