મંગળવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી પ્રતિ કિલો રૂ.4,400 સસ્તી થઈ છે, જ્યારે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.1,300 સસ્તું થયું છે. આ ઘટાડાથી ચાંદીનો ભાવ રૂ.1.80 લાખની નીચે આવી ગયો છે.
અગાઉના સત્રમાં ચાંદીએ રૂ.1,83,779ની સપાટીએ બંધ રહી હતી, પરંતુ મંગળવારે બજાર ખૂલતાં જ તેમાં રૂ.4,429નો ઘટાડો થયો હતો. ઉલ્લેખનીય છે કે, 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ રૂ.4,20,048ની સર્વકાલીન ઊંચી સપાટી સ્પર્શી હતી, જે હવે રૂ.2.40 લાખ જેટલી નીચે આવી ગઈ છે.
સોનાની વાત કરીએ તો, 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળું 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.1,38,800 પર આવી ગયું છે, જે અગાઉના બંધ ભાવ રૂ.1,40,186થી રૂ.1,386 નીચું છે. આમ, બજાર ખૂલતાની સાથે જ સોનામાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો.
બુલિયન માર્કેટમાં આ ઉથલપાથલની સીધી અસર ગ્રાહકોની ખરીદી પર પડી રહી છે. ધનતેરસ નજીક આવી રહ્યો છે ત્યારે ભાવમાં આવેલો આ ઘટાડો ખરીદદારો માટે રાહતરૂપ ગણાય છે.