સત્ય. સાહસ. સંકલ્પ.

ક્રૂડ ઓઇલ 112 ડોલરની નજીક, સોના-ચાંદીના ભાવ ઘટ્યા

ક્રૂડ ઓઇલ 112 ડોલરની નજીક, સોના-ચાંદીના ભાવ ઘટ્યા

અમદાવાદના ઝવેરીબજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં પીછેહઠ થતાં સ્થાનિક બજારમાં પણ અસર પડી છે. 995 શુદ્ધ સોનાનો ભાવ રૂ.149200 અને 999 શુદ્ધ સોનાનો ભાવ રૂ.149500 થયો છે. ચાંદીનો ભાવ ઘટીને રૂ.211000 થયો છે.

મુંબઈ બુલિયન બજાર દશેરા નિમિત્તે બંધ હતું. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઔંસ દીઠ 4175-4176 ડોલરથી ઘટીને 4111 ડોલર થયા બાદ 4122-4123 ડોલરે બોલાયા હતા. ચાંદીના ભાવ ઔંસ દીઠ 57.74-57.75 ડોલરથી ઘટીને 56.39 ડોલર થયા બાદ 57.17-57.18 ડોલરે રહ્યા હતા.

વૈશ્વિક બજારમાં પ્લેટિનમ 1643 ડોલર, પેલેડિયમ 1112 ડોલર અને કોપર 0.08 ટકા નીચા ભાવે રહ્યા હતા. જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઝડપથી વધીને બેરલ દીઠ 112 ડોલરની નજીક પહોંચ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ 108.62 ડોલરથી વધીને 111.75 ડોલર થયા બાદ 111.67 ડોલરે રહ્યું હતું. યુએસ ક્રૂડ 101.33 ડોલરથી વધીને 109.60 ડોલરે રહ્યું હતું. અમેરિકામાં ક્રૂડ ઓઇલનો સ્ટોક ઘટીને 2827 લાખ બેરલ થયો છે, જે 1982 પછીનો સૌથી નીચો સ્તર છે.

ડોલર ઇન્ડેક્સ 101.89, બ્રિટનમાં બેરોજગારી દર 12 મહિનાના નીચા સ્તરે અને મુંબઈ કરન્સી બજારમાં ડોલર રૂ.94.94ની આસપાસ બોલાયો હતો.