સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર ચાલુ છે. સોમવારે ફરી એકવાર સોનું અને ચાંદી સસ્તા થયા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીનો ભાવ ₹2,200થી વધુ ઘટ્યો છે, અને 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ તેના ઓલ-ટાઇમ હાઈથી ₹2,26,000થી વધુ નીચે આવી ગયો છે. સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે.
ચાંદીની વાત કરીએ તો, 4 ડિસેમ્બરની એક્સપાયરીવાળી ચાંદીની વાયદા કિંમત સોમવારે ₹1,95,793 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આજે બજાર ખુલતાં જ તે ₹2,238 ઘટીને ₹1,93,555 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ.
ઓક્ટોબર મહિનામાં ચાંદીના ભાવમાં મોટાભાગે ઘટાડો જ જોવા મળ્યો છે. ગયા મહિનાના છેલ્લા કારોબારી દિવસે એટલે કે 30 સપ્ટેમ્બરે 1 કિલો ચાંદીની કિંમત ₹2,23,706 પર બંધ થઈ હતી. 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં તે ₹30,151 પ્રતિ કિલો સસ્તી થઈ ચૂકી છે.
ચાંદીની કિંમત તેના ઓલ-ટાઇમ હાઈ સાથે સરખાવીએ તો ભાવ અડધાથી પણ નીચે આવી ગયો છે. જાન્યુઆરીમાં પહેલીવાર ચાંદીની વાયદા કિંમત ₹4 લાખના ઐતિહાસિક સ્તરને પાર કરી ગઈ હતી અને ₹4,20,048 પ્રતિ કિલોગ્રામ થઈ હતી. તે સ્તરથી ક્રેશ થઈને ચાંદી હવે ₹2,26,493 પ્રતિ કિલો સસ્તી થઈ ચૂકી છે.
માત્ર ચાંદી જ નહીં, સોનું પણ આ મહિને ઘટ્યું છે. સપ્ટેમ્બરના છેલ્લા કારોબારી દિવસે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,49,036 પર બંધ થયો હતો, જે મંગળવારે ₹1,42,581 થઈ ગયો. એટલે કે સોનું ₹6,455 સસ્તું થયું છે.
મંગળવારે સોનાની કિંમતમાં ઓપનિંગ સાથે જ ઘટાડો જોવા મળ્યો. સોમવારે તે ₹1,43,073 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો, અને બજાર ખુલતાં જ એક ઝાટકે ઘટીને ₹1,42,581 પર આવી ગયો. આમ સોનું ₹492 પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે.
અસલી ચાંદી ઓળખવાની 4 રીતો:
1. મેગ્નેટ ટેસ્ટ: અસલી ચાંદી ચુંબકથી ચોંટતી નથી. જો ચોંટી જાય તો નકલી છે.
2. આઈસ ટેસ્ટ: ચાંદી પર બરફ મૂકો. અસલી ચાંદી પર બરફ ઝડપથી પીગળે છે.
3. સ્મેલ ટેસ્ટ: અસલી ચાંદીમાં કોઈ ગંધ હોતી નથી. નકલી ચાંદીમાંથી તાંબા જેવી ગંધ આવે છે.
4. ક્લોથ ટેસ્ટ: ચાંદીને સફેદ કાપડથી ઘસો. જો કાળો ડાઘ પડે તો તે અસલી છે.