દેશના કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા બે દિવસથી ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આથી રોકાણકારો અને ગ્રાહકોમાં ચિંતાનો માહોલ છે.
વાયદા બજારના તાજા આંકડા મુજબ, છેલ્લા બે ટ્રેડિંગ સત્રમાં સોનાના ભાવમાં કુલ રૂ. 3,755નો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચાંદી રૂ. 14,030 તૂટી છે. ગઈકાલે એક જ દિવસમાં ચાંદીમાં રૂ. 11,000 અને સોનામાં રૂ. 3,000નો કડાકો બોલાયો હતો.
આજે પણ બજાર ખુલતાં બંને કિંમતી ધાતુઓ નેગેટિવ ઓપન થઈ હતી. સોનું (GOLD 05 Oct 2026) ગત બંધ ભાવ રૂ. 1,52,341 સામે રૂ. 1,50,770ના ઓપન ભાવે ખુલ્યું હતું અને રૂ. 1,510 (-0.99%)ના ઘટાડા સાથે રૂ. 1,50,831ના સ્તરે કારોબાર કરી રહ્યું છે. સત્ર દરમિયાન સોનાએ ઊંચામાં રૂ. 1,51,198 અને નીચામાં રૂ. 1,50,695ની સપાટી સ્પર્શી હતી.
ચાંદી (SILVER 04 Dec 2026) ગત બંધ ભાવ રૂ. 2,34,099 સામે રૂ. 2,31,569ના ઓપન ભાવે ખૂલી હતી. આજના સત્રમાં ચાંદી રૂ. 3,331 (-1.42%)ના ઘટાડા સાથે રૂ. 2,30,768ના સ્તરે ટ્રેડ થઈ રહી છે. ટ્રેડિંગ દરમિયાન ચાંદીનો ઊંચો ભાવ રૂ. 2,32,001 અને નીચો ભાવ રૂ. 2,30,270 સુધી ગયો હતો.
બજારમાં આ અચાનક અને મોટા ઘટાડાને કારણે કિંમતી ધાતુઓની ખરીદી અને વેચાણ પર અસર પડી છે. આગામી દિવસોમાં ભાવની સ્થિતિ પર બધાની નજર રહેશે.