સત્ય. સાહસ. સંકલ્પ.

વાયદા બજારમાં તેજી: ચાંદી ફરી રૂ. 1,80,000 ઉપર, સોનું પણ મોંઘું

વાયદા બજારમાં તેજી: ચાંદી ફરી રૂ. 1,80,000 ઉપર, સોનું પણ મોંઘું

કોમોડિટી વાયદા બજારમાં આજે સોના અને ચાંદી બંનેમાં તેજી જોવા મળી છે. દિવાળી અને ધનતેરસ નજીક આવી રહ્યા છે, ત્યારે રોકાણકારોની ખરીદી વધતાં બંને ધાતુઓના ભાવ ઊંચા આવ્યા છે.

MCX પર ચાંદીનો અગાઉનો બંધ ભાવ રૂ. 1,79,132 હતો, જે આજે રૂ. 1,81,094 પર ખૂલ્યો. એટલે પ્રતિ કિલોએ રૂ. 2,793નો વધારો થયો. કારોબાર દરમિયાન ચાંદી રૂ. 1,81,925 સુધી ઊંચી ગઈ હતી, જ્યારે નીચામાં રૂ. 1,80,787 સુધી આવી હતી.

સોનાનો અગાઉનો બંધ ભાવ રૂ. 1,38,485 હતો, જે રૂ. 1,39,003 પર ખૂલ્યો. એટલે પ્રતિ 10 ગ્રામ રૂ. 518નો વધારો થયો. કારોબાર દરમિયાન સોનું રૂ. 1,39,065 સુધી ઊંચું ગયું હતું, જ્યારે નીચામાં રૂ. 1,38,648 સુધી રહ્યું હતું.

તહેવારો અને લગ્નની સિઝન નજીક હોવાથી બજારમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે આ આંકડા વાયદા બજારના છે, દાણચોરી કે દુકાનોમાં વેચાતા દાગીના-ચાંદીના ભાવ આનાથી અલગ હોઈ શકે છે.