સત્ય. સાહસ. સંકલ્પ.

જેપી મોર્ગનનો રિપોર્ટ: 2027 સુધીમાં સોનું રૂ.2 લાખ પ્રતિ 10 ગ્રામ વટાવી શકે

જેપી મોર્ગનનો રિપોર્ટ: 2027 સુધીમાં સોનું રૂ.2 લાખ પ્રતિ 10 ગ્રામ વટાવી શકે

બજાર નિષ્ણાતોના મતે, વર્ષ 2027 સુધીમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. વૈશ્વિક પરિબળો અને આર્થિક નીતિઓને કારણે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 2 લાખને પાર કરી શકે છે. જેપી મોર્ગનના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં 2027ના અંત સુધીમાં સોનું $6,300 પ્રતિ ઔંસ સુધી પહોંચવાની શક્યતા છે. આથી, ભારતમાં રોકાણકારો માટે સોનું આકર્ષક વિકલ્પ બની શકે છે.

જેપી મોર્ગનની જૂન 2026માં પ્રકાશિત થયેલી રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 2026ના અંત સુધીમાં 6,000 ડૉલર (લગભગ ₹5.5 લાખ) અને 2027ના અંત સુધીમાં $6,300 (લગભગ ₹5.8 લાખ) પ્રતિ ઓન્સ સુધી પહોંચી શકે છે. રૂપિયા અને ડોલરના વિનિમય દરને ધ્યાનમાં લેતા, ભારતીય બજારમાં 10 ગ્રામ સોનાની કિંમત આશરે ₹2.13 લાખ સુધી પહોંચવાની સંભાવના છે.

સોનાના ભાવને અસર કરતા મુખ્ય 4 કારણો:

  1. અમેરિકી ડોલરનું મૂલ્ય: જ્યારે ડોલર નબળો પડે છે ત્યારે રોકાણકારો માટે સોનું ખરીદવું વધુ આકર્ષક બને છે.
  2. વ્યાજ દર અને બોન્ડ યીલ્ડ: બોન્ડમાંથી મળતું વળતર અને વ્યાજ દરો ઘટવથી સોના તરફ રોકાણ વધે છે.
  3. વૈશ્વિક તણાવ અને મોંઘવારી: દુનિયાભરમાં ચાલતી અનિશ્ચિતતાઓ અને ફુગાવા સામે રક્ષણ મેળવવા સોનાની માંગ વધે છે.
  4. કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી: ચીન સહિત વિશ્વના અનેક દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરવામાં આવી રહી છે.

રોકાણકારો માટે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા: જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો વૈશ્વિક બજારની સ્થિતિ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. જો આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ સોનાના અનુકૂળ રહે, તો 2027 સુધીમાં સોનું રૂ.1.70 લાખથી રૂ.2 લાખ પ્રતિ 10 ગ્રામના સ્તરને સ્પર્શી શકે છે.

🕐 આ ઘટનાના અગાઉના અહેવાલ

27 Oct 2026, 06:21 PM સોનાનો ભાવ 2027 સુધીમાં ₹2 લાખ પ્રતિ 10 ગ્રામને વટાવી શકે: જેપી મોર્ગન રિપોર્ટ