સત્ય. સાહસ. સંકલ્પ.

ગોધરામાં સ્કૂલમાં ધોરણ-7ના વિદ્યાર્થીને શિક્ષકે લાફા માર્યા, સિવિલ હોસ્પિટલમાં દાખલ

ગોધરામાં સ્કૂલમાં ધોરણ-7ના વિદ્યાર્થીને શિક્ષકે લાફા માર્યા, સિવિલ હોસ્પિટલમાં દાખલ

ગોધરાની સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-7ના 12 વર્ષીય વિદ્યાર્થીને ડાન્સ શિક્ષકે 4થી 5 લાફા માર્યાની ઘટના સામે આવી છે. બાળકના ગાલ પર સોજો આવ્યો હતો અને કાનમાં દુખાવો થતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

પરિવારના જણાવ્યા મુજબ, ઘટનાની ફરિયાદ સ્કૂલ તંત્રને કરવામાં આવી હતી, પરંતુ શાળાએ CCTV ફૂટેજ બતાવવાનો ઇનકાર કર્યો હતો. શાળા તરફથી ન્યાય ન મળતાં પરિવારે ગોધરા 'A' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડાન્સ શિક્ષક શકલીન અઝગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. શાળા તરફથી હજુ સુધી સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી. બાળકની સારવાર ચાલી રહી છે.