સત્ય. સાહસ. સંકલ્પ.

ગોધાવી ગામે 8 ઓક્ટોબરથી સામાજિક સુધારા લાગુ: પેંડા, મામેરું, બારમું અને બેસણાં પર રોક

ગોધાવી ગામે 8 ઓક્ટોબરથી સામાજિક સુધારા લાગુ: પેંડા, મામેરું, બારમું અને બેસણાં પર રોક

અમદાવાદ નજીકના ગોધાવી ગામે સામાન્ય પરિવારો પરથી સામાજિક દેખાદેખી અને આર્થિક બોજ ઘટાડવા માટે 8 ઓક્ટોબર, 2026થી સામાજિક સુધારા અમલી બનાવ્યા છે. ગ્રામજનો અને મહિલા મંડળના સહયોગથી લેવાયેલા આ નિર્ણયોમાં દીકરાના જન્મ પર પેંડા વહેંચવા, સગાઈ અને લગ્નમાં મર્યાદિત જમણવાર, મામેરું તથા મૃત્યુ પ્રસંગે બારમાની પ્રથા, રાત્રે બેસણાં અને કૂટવાના રિવાજો પર રોક લગાવવામાં આવી છે.

સામાજિક દબાણ દૂર કરવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયો વચ્ચે કાયદાકીય હકોનું પાલન અનિવાર્ય રખાયું છે. આ ઉપરાંત ભજનનો સમય બપોરે 2 થી 4.30 નક્કી કરાયો છે તથા રસ્તા પર પાણી ઢોળવા પર રૂપિયા 500 દંડની જોગવાઈ સાથે બિનજરૂરી ખર્ચ અટકાવવાનો પ્રયાસ કરાયો છે.

દીકરીઓને જમીન વેચે ત્યારે ભાગ આપવાનો બંધ અને જે આપે તે પ્રેમથી લઈ લેવું, હક કરવો નહીં. અને જો કેસ કરે તો તેને ગોધાવીના મહાદેવના સમ અને તેનો રૂપિયા પાંચ લાખ દંડ લેવો અને દંડ ગોધાવીના મહાદેવમાં મૂકવાનો રહેશે.